આ તાલુકાએ પ૭ ગામ પંચાયત વિસ્તાર મળી કુલ –પ૭ ગામોનો અને જુનાગઢ તાલુકો જુનાગઢ જિલ્લાના મુખ્ય મથક પર આવેલ છે. અહિના મુખ્યત્વે પાકમાં ઘઉં, કપાસ, મગફળી, જીરૂ અને ગૌણ પાકો એરંડા, બાજરી જેવા પાકો લેવામાં આવે છે. આ તાલુકાની જમીન કાળી અને સારી છે.
ગ્રામ પંચાયત | |
ગામડાઓ | પ૭ |
વસ્તી | ૧૨૮૭૬૪ |
આ તાલુકાએ ૭૭ ગામ પ’ચાયત વિસ્તાર મળી કુલ –૭૭ ગામોનો અને જુનાગઢ જિલ્લાની અગ્નિદિશા તરફ અને જુનાગઢ થી ભાવનગર તરફના હાઇવે રસ્તા ઉપર ૨૧-૧૮ ઉત્તર અક્ષાંશ અને ૭૦-૩પ પૂવ રેખાંશ ઉપર આ તાલુકો આવેલો છે. અહિના મુખ્યત્વે પાકમા’ ઘઉ’, કપાસ, મગફળી, જીરુ અને ગૌણ પાકો એર’ડા,બાજરી જેવા પાકો લેવામા’ આવે છે. આ તાલુકાની જમીન કાળી અને સારી છે. આ તાલુકાના’ ૭૦ ટકા મુખ્ય વ્યવસાય ખેતી અને ગિરના નેશ વિસ્તારમાં માલધારી લોકોનો પશુપાલનનો વ્યવસાય કરે છે.
ગ્રામ પંચાયત | ૭૪ |
ગામડાઓ | ૭૪ |
વસ્તી | ૧૧૧૯૮૬ |
આ તાલુકો ૨૧.૪ ઉતર અક્ષાંશ અને ૭૦.૫૫ પુર્વ રેખાંશ વૃત પર આવેલ છે. આ તાલુકા નો વિસ્તાર ૪૩૮.૦૬ ચો.કી.મી નો છે. આ તાલુકામાં કુલ વસ્તિ ૭૩૭૩૭ ની છે. આ તાલુકામાં દર હજાર પુરુષો એ સ્ત્રીઓનું પ્રમાણ ૯૯૮ છે. અનુજાતીની સંખ્યા ૬૨ ની છે . જયારે અનુ જનજાતી ની સંખ્યા ૫૪૯ છે. તે જિલ્લામાં પ્રથમ ક્રમાંકે છે.
વસ્તી નીં ગીચતા દર ચો.કી.મી.દીઠ ૧૬૮ છે. વસ્તીવાળા ૪૪અને ઉજજડ ર ગામો આવેલા છે. આ તાલુકાનું જિલ્લા મથકે થી અંતર ૩૪ કી.મી. નું છે. આ તાલુકાના સાંકરોળા ગામે સાંકળેશ્વર મહાદેવ નું જુનુ મંદીર આવેલું છે. આ ગામ પાસે ડુંગરની ખીણ માં સુંદર મજાનો ડેમ આવેલો છે. તે ઇ.સ. ૧૪૦૦ માં બંધાયેલ છે.
ગ્રામ પંચાયત | ૪૪ |
ગામડાઓ | ૪૪ |
વસ્તી | ૭૩૭૩૭ |
મેંદરડા તાલુકો જુનાગઢથી દક્ષીણ દિશામાં આશરે રર કી.મી. દુર આવેલો છે. મેંદરડાથી નેશનલ ગીર ફોરેસ્ટ આશરે ર૭ કી.મી. દુર આવેલુ છે. તાલુકામાં સામાન્યતઃ પ્ટેલ, આહિર, કાઠી દરબાર, ખાંટ, કોળી, ચમાર, વણકર, દેવિપુજક, સગર, કડીયા, રબારી, ભરવાડ તેમજ મુસ્લિમ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. મેંદરડા તાલુકામાં જિલ્લા શિક્ષણ સામિતી દ્વારા સંચાલિત ૪૪ પ્રા.શાળાઓ તેમજ ૮ પે.સે.શાળાઓ આવેલી છે. જયારે ખાનગી કક્ષાની ૮ પ્રા.શાળાઓ જયારે ૧પ માધ્યમિક શાળાઓ તેમજ ૮ ખાનગી બાલમંદિરો જયારે સરકારશ્રી સંચાલિત ૭૧ આંગણવાડીઓ ચાલે છે. તાલુકામાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ૬ જયારે ર કોલેજો આવેલી છે.
ગ્રામ પંચાયત | ૩૯ |
ગામડાઓ | ૪૩ |
વસ્તી | ૫૧૩૯૬ |
કેશોદ તાલુકાના તજજ્ઞોના મતાનુસાર કેશોદ શહેરથી ૩ કી.મી. દુર તોરણીયા સ્થળ આવેલુ છે.જયાં શ્રી હનુમાનજીનું પૌરાણી્નિક મંદીર આવેલુ છે.તે જગ્યાએ થી નાની નદી ૫સાર થાય છે.જયાં આ૫ણાં ઘામીર્ક ગ્રંથ મહાભારતની એ ક ઘટના અનુસાર પાંડવોના ૫રીભ્રમણ દરમ્યાન દો૫દીજીએ લીઘેલી પંતીજ્ઞા છોડવા આ જગ્યાએ તેમણે પોતાના કેસ(વાળ) ઘોયેલા જે ઘટનાને અનુલક્ષીને આ વિસ્તાર કેશ ઉદક તરીકે અળખાતો ૫રંતુ સમય જતા આ શબ્દ અ૫ભ્રંશ થઇ અને કેશોદ તરીકે ઓળખાતુ થયુ. આમ આ તાલુકાના નામ પાછળ એ ક ઐતહાસીક કથા રહેલી છે.
ગ્રામ પંચાયત | |
ગામડાઓ | પ૩ |
વસ્તી | ૧૭૬૦૯૯ |
મોનોગ્લોસોન... મંગલપુર... મંગલઉર... માંગલોર... માંગરોળ... આજનું માંગરોળ એટલે મંગલપુર માંથી મંગલઉર તેમાંથી માંગલોર અને તેમાંથી માંગરોળ થયું હોય એમ મનાય છે. માંગરોળમાં રાજમહેલ પાસેના કોટના ઉત્તર દરવાજાની બહાર સોએક ફુટ ઉપર મંગળાજમાતાનું મંદિર છે. મંગળાજમાતાના નામ ઉપરથી મંગલપુર નામ પડ્યું હોય એમ માનવામાં આવે છે. માંગરોળને લીલું નાઘેર પણ કહેવામાં આવતું હતું. આ ભૂમિ નંદનવનની છે. માંગરોળની કેસર કેરી આખા સૌરાષ્ટ્રમાં વખાણાતી. તો માંગરોળના લીલા નાળિયેર પાણી આજેય લોકો હોશેં હોશેં પીએ છે
ગ્રામ પંચાયત | |
ગામડાઓ | |
વસ્તી |
આ તાલુકાએ પપ ગામ પંચાયત વિસ્તાર મળી કુલ –પપ ગામોનો અને જુનાગઢ જિલ્લાના દક્ષીણ તરફ અને જુનાગઢથી પોરબંદર તરફના હાઇવે રસ્તા ઉપર આ તાલુકો આવેલો છે. અહિના મુખ્યત્વે પાકમાં ઘઉ’, કપાસ, મગફળી, જીરુ અને ગૌણ પાકો એરંડા,બાજરી જેવા પાકો લેવામાં આવે છે. આ તાલુકાની જમીન કાળી અને સારી છે. આ તાલુકાનાં ૭૦ ટકા મુખ્ય વ્યવસાય ખેતી પુવ સમયમાં માણાવદર કમાલુદિનખાન રાજાનો તાલુકો છે.
ગ્રામ પંચાયત | |
ગામડાઓ | પપ |
વસ્તી | ૧ર૭પ૧૬ |
વંથલી તાલુકાના તજજ્ઞોના મતાનુસાર વંથલી શહેરમાં વામન ભગવાન નું પુરાણુ મંદિર આવેલુ છે, તથા વંથલી તાલુકા ના ગાંઠિલા ગામે ઓઝત નદીના કાંઠે ઉમીયા માતાજી નું મંદિર આવેલુ છે. જે તાલુકા મથકે થી ( કી.મી. તથા જિલ્લા મથકે થી ૧૦ કી.મી.તથા મોટા કાજલીયાળા ગામે અઁબેશ્વર મઁદીર તેમજ વાસનનુઁ રમણીય સ્થળ છે. જે તાલુકા મથકેથી ૬ કી.મી. અને જીલ્લા મથકેથી ર૧ કી.મી.થાય છે તથા વઁથલી તાલુકાના ખોરાસા ગામે વ્યઁકટેશ ભગવાન તીરુપતી બાલાજીનુઁ ઐતિહાસીક મઁદીર જે ભારતમાઁ બે બાલાજી મઁદિર પૈકીનુઁ એક છે. તે અહી છે. તા. મથકેથી ૧૮ કી.મી. તથા જી. મથકેથી ૩૩ કી.મી. છે. તથા વઁથલી તાલુકાની ઉતર દિશામાઁ ઉબેણ નદી આવેલી છે તથા દક્ષીણ દિશામાઁ ઓઝત નદી આવેલી છે. આ તાલુકાએ ૪૬ ગામ પઁચાયત વિસ્તાર મળી કુલ ૪૬ ગામો છે. જુનાગઢ જીલ્લાના પશ્ચીમ તરફ અને જુનાગઢ થી વેરાવળ તરફના હાઇ વે રસ્તા ઉપર આ તાલુકો આવેલો
ગ્રામ પંચાયત | ૪૬ |
ગામડાઓ | - |
વસ્તી | ૯૭૩૨૫ |
જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના તાલુકો આવેલો છે.આ તાલુકો ર૧. ૧ પં અક્ષાંશ અને ૭૦. ૩૦ પૂ.રેખાંશ ઉપર આવેલો છે.દરિયાઇ પટ્ટીથી ઘેરાયેલો વિસ્તાર છે.આ તાલુકાનુ મુખ્યવસ્તિ “હાટી”દરબારની હોવાથી તાલુકાનું નામ તેના પરથી માળીયા હાટીના રાખવામાં આવેલ છે.
ગ્રામ પંચાયત | |
ગામડાઓ | ૬૪ |
વસ્તી | ૧૪૪૯૭પ |