×

પ્રસ્‍તાવના

જૂનાગઢ જિલ્‍લાનું સ્‍થાન ૨૧.૬૫ થી ૨૦.૯૮ ઉતર અક્ષાંશ તથા ૬૯.૯૪ થી ૭૦.૯૫ પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલ છે. જિલ્‍લાનો કૂલ વિસ્‍તાર ૫૦૮ ચો. કિ.મી. છે. જૂનાગઢ જિલ્લો અગાઉ ૧૪ તાલુકાનો બનેલ હતો. વર્ષ ૨૦૧૩ થી નવા જિલ્લા, તાલુકાના વિભાજન બાદ જુનગઢ જિલ્લા માંથી નવો ગીર સોમનાથ જિલ્લો અસ્તિત્વમાં આવેલ છે જેમાં તાલલા, વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના તથા ગીર ગઢડા તાલુકાઓ આવેલ છે. હાલ જુનાગઢ જિલ્લો ૯ તાલુકાનો બનેલો છે. જેમાં માણાવદર, વંથલી, જુનાગઢ, જુનાગઢ સીટી, ભેંસાણ, વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ, તથા માળીયા હાટેના નો સમાવેશ થાય છે.

વસતિ ગણતરી-૨૦૧૧ અનુસાર જૂનાગઢ જિલ્‍લાની કૂલ વસતિ ૧૫.૨૭ લાખ છે. જેમાં ૭.૮૫ લાખ પુરૂષો તથા ૭.૪૨ લાખ સ્‍ત્રીઓ છે. અક્ષરજ્ઞાન ઘરાવતા લોકોની સંખ્‍યા કૂલ ૧૦.૭૬ લાખ છે. જેમાં ૬.૦૪ લાખ પુરૂષો તથા ૪.૭૧ લાખ સ્‍ત્રીઓનો સમાવેશ થાય છે. જે મુજબ અક્ષરજ્ઞાનની ટકાવારી ૭૦.૫૭ ટકા થાય છે.

કૂલ ગ્રામ્‍ય વસતિ ૯.૬૫ લાખ છે. જેમાં ૪.૯૭ લાખ પુરૂષો તથા ૪.૬૮ લાખ સ્‍ત્રીઓ છે. જયારે શહેરી વસતિ ૫.૬૨ લાખ છે તે પૈકી પુરૂષો ૨.૮૮ લાખ અને સ્‍ત્રીઓ ૨.૭૪ લાખ છે.

જયારે જૂનાગઢ જિલ્‍લાની અનુસુચિત જાતિની કૂલ વસતિ ૨.૩૫ લાખ છે, તે પૈકી ગ્રામ્‍ય વસતિ ૧.૮૬ લાખ છે અને શહેરી વસતિ ૪.૯૬ લાખ છે.

જયારે જૂનાગઢ જિલ્‍લાની અનુસુચિત જનજાતિની કૂલ વસતિ ૩૮૪૭૪ છે, તે પૈકી ગ્રામ્‍ય વસતિ ૨૬૩૯૬ છે અને શહેરી વસતિ ૧૨૦૭૮ છે.

દશકાના વસતિ વઘારા દરની ૧૯૬૧ થી માહિતી પુરૂષ અને સ્‍ત્રીની નીચે મુજબ છે.

વર્ષ પુરૂષો સ્‍ત્રી કુલ
૧૯૬૧ ૬૩૮૨૯૬ ૬૦૭૩૪૭ ૧૨૪૫૬૪૩
૧૯૭૧ ૮૫૫૬૭૧ ૮૦૧૦૦૬ ૧૬૫૬૬૭૭
૧૯૮૧ ૧૦૭૪૬૦૫ ૧૦૨૬૧૦૪ ૨૧૦૦૭૦૯
૧૯૯૧ ૧૨૨૨૨૬૨ ૧૧૭૨૫૯૭ ૨૩૯૪૮૫૯
૨૦૦૧ ૧૨૫૨૩૫૦ ૧૧૯૫૮૨૩ ૨૪૪૮૧૭૩
*(૧૪ તાલુકા)
૨૦૧૧ ૭૮૫૨૭૪ ૭૪૨૦૫૫ ૧૫૨૭૩૨૯
*(૯ તાલુકા)