×

શાળા આરોગ્‍ય

ચાલુ વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન જિલ્લાની કુલ પ્રાથમિક અને માઘ્‍યમિક ૧3૬૨ શાળાઓ પૈકી ૧૩૬૨ શાળાનાં ૨૦૭૨૫૪ વિઘાર્થીઓની તથા કુલ આંગણવાડી ૧૨૪૭ પૈકી ૧૨૪૭ આંગણવાડીના ૭૩૯૧૦ લાભાર્થી બાળકોની શારીરીક તપાસ કરવામાં આવી હતી. તે પૈકી જરૂરિયાતવાળા બાળકોને વિટામીન-એ, લોહતત્વ,ફોલીકએસીડ અને આંખની સારવારની દવા આપવામાં આવી હતી. ઓગષ્ટ-૮૯ થી જિલ્લા મથકે આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય સેલની રચના કરવામાં આવી છે. તેમજ શાળા આરોગ્ય સેલની કામગીરીને સંગીન બને તે હેતુથી શાળા આરોગ્ય નિરીક્ષકોની જગ્યાઓ ફેરબદલી તાલુકા મથકેથી જિલ્લા મથકે કરવામાં આવી છે.

શાળા આરોગ્ય કાર્યક્રમને સંગીન બનાવવા સારું તથા પ્રાથમિક શાળાના વિઘાર્થીઓનું આરોગ્ય સ્તર ઉંચુ લાવી શકાય તે હેતુથી જિલ્લા મથકે શાળા આરોગ્ય સેલમાં કામ કરતાં શાળા આરોગ્ય મદદનીશો તથા શાળા આરોગ્ય નિરીક્ષકોને રાજ્ય કક્ષાએ આ કાર્યક્રમની તથા આરોગ્ય સેલની રચનાના હેતુઓ અંગે તથા ફરજો અંગે તાલીમ આપવામાં આવેલ છે.

જિલ્લાની ૯ તાલુકાઓની પ્રાથમિક શાળાઓની મુલાકાત દરમિયાન શાળા આરોગ્ય મદદનીશો તથા શાળા આરોગ્ય નિરીક્ષકો વિઘાર્થીઓ તંદુરસ્ત અને આરોગ્યપ્રદ જીવન જીવતાં શીખે તે હેતુ સિધ્ધ કરવા માટે શાળાઓમાં નીચે મુજબની પ્રવૃત્તિ શરૂ કરેલ છે.

  • વિઘાર્થીઓની તબીબી તપાસ કરાવવી.
  • તબીબી તપાસ બાદ ખામી માલૂમ પડેલ વિઘર્થીઓની ખામી દૂર કરવા પ્રયત્ન કરવા.
  • પોષણ આહાર યોજનાઓનો લાભ વિઘાર્થી વધુ પ્રમાણમાં લેતાં થાય.
  • ચેપી રોગ વિરોધી રસીઓ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ મેળવતાં થાય.
  • આરોગ્ય શિક્ષણ દ્વારા વિઘાર્થીઓ આરોગ્યપ્રદ ટેવો કેળવે.
  • શાળાનું સ્વસ્થ્યપ્રદ વાતાવરણ તૈયાર કરવા માટે જરૂરી કાર્યવાહી કરવી.
  • ઘનિષ્ટ ઝુંબેશ સ્વરૂપે પ્રાથમિક અને માઘ્‍યમિક શાળાઓમાં જતાં તેમજ શાળાએ ન જતાં ૦ થી ૧૮ વર્ષ સુધીનાં તમામ બાળકોને તપાસીને સ્થળ ઉપર તબીબી અધિકારી મારફત શક્ય તેટલી સારવાર આપવામાં આવે છે. ત્યારબાદ વધુ સારવાર અર્થે તાલુકા મથકે રોગ નિષ્ણાંત તજજ્ઞશ્રીઓનો કેમ્પ રાખી યોગ્ય કે જરુરી સારવાર આપવામાં આવે છે. તેમજ હ્રદય, કીડની અને કેન્સર જેવી ગંભીર પ્રકારની બીમારીવાળા બાળકોનેઅમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે વિના મુલ્યે સરકારી ખર્ચે સારવાર આપવામાં આવે છે.

ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓનું સંકલન મોનીટરીંગ અને રીપોર્ટીંગની કામગીરી શાળા આરોગ્ય સેલ મારફતે જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે.ખાસ શાળા આરોગ્ય તબીબી તપાસણી કાર્યક્રમ વધુ સફળ થાય તે માટે શાળાનાં શિક્ષકભાઇ/ બહેનોને આ ઝુંબેશ અંગેની તાલીમ આપવામાં આવે છે. તજજ્ઞોના કેમ્પમાં મળી આવનાર દ્દષ્ટિની ખામીવાળા બાળકોને જો ચશ્માંની જરુર પડે તો વિના મુલ્યે ચશ્માં આપવાનું આયોજન અંધત્વ નિવારણ સોસાયટી મારફતે વિતરણ કરવામાં આવે છે.ચાલુ વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માં ૩૯૩૭ જરુરિયાત વાળા બાળકોને ચશ્‍મા વિતરણ કરવામાં આવેલ છે.

ચાલુ વર્ષથી આ શાળા આરોગ્‍ય કાર્યક્રમ સરકારશ્રીના નવીનતમ અભિગમ એવા શાળા આરોગ્‍ય સપ્‍તાહ ના રૂપમાં ઉજવવામાં આવેલ છે.જેમાં સરકારશ્રી ઘ્‍વારા નકકી કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ પ્રથમ દિવસે પાણીના સ્‍ત્રોતોની સફાઇ, ગ્રામ સફાઇ, શાળા સફાઇ તથા વૃક્ષારોપણ જેવી કામગીરી દરેક ગામમાં કરવાની હતી. બીજા દિવસે બાળકોની પ્રાથમિક આરોગ્‍ય તપાસણી આરોગ્‍ય કાર્યકર તથા આંગણવાડી કાર્યકર ઘ્‍વારા કરવાની હતી. ત્રીજા દિવસને પોષણ દિન તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ હતું. તે મુજબ આ દિવસે દરેક ગામમાં આરોગ્‍ય કાર્યકર તથા આંગણવાડી કાર્યકર ઘ્‍વારા બાળ તંદુરસ્‍તી હરિફાઇ, તંદુરસ્‍ત સગર્ભા હરિફાઇ, વાનગી હરિફાઇ, રેલી, ભવાઇ, પૌષ્‍ટીક વાનગી પ્રદર્શન જેવા વિવિઘ કાર્યક્રમો હાથ ઘરવામાં આવેલ હતાં.તેમજ ચોથા દિવસે દરેક પ્રા.આ.કેન્‍દ્રના તબીબી અઘિકારીશ્રી ઘ્‍વારા પ્રા.શાળા, માઘ્‍ય.શાળા, આંગણવાડીના બાળકો તથા શાળાએ ન જતાં બાળકોની આરોગ્‍ય તપાસણીની કામગીરી કરવામાં આવેલ હતી.તેમજ છેલ્‍લે પાંચમાં દિવસે દરેક ગામોમાં વિવિઘ સાંસ્‍કૃતિક કાર્યક્રમો જેવા કે બાળ ગીતો, આરોગ્‍યપ્રદ રમતો, વકતૃત્‍વ સ્‍પર્ઘા, નાટક, ઇનામ વિતરણ, તથા ગ્રામ સભા, વાલી મીટીંગ જેવી વિવિઘ સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ શિક્ષકો, આરોગ્‍ય કાર્યકર, આંગણવાડી કાર્યકર તથા ગ્રામ પંચાયત ઘ્‍વારા હાથ ઘરવામાં આવેલ હતી.

જે મુજબ આ શાળા આરોગ્‍ય સપ્‍તાહના કાર્યક્રમ દરમ્‍યાન જુનાગઢ જિલ્‍લામાં વિવિઘ ગામોમાં કુલ ૫૦૮-કુવા, ૪૯૦-વોટર વર્કસ, ૧૨૦-અન્‍ય સ્‍ત્રોતો, ૪૨૪-ગામો, ૧૮૯૩-શાળા તથા ૧૧૪-અન્‍ય સ્‍ત્રોતોની સફાઇ કામગીરી હાથ ઘરવામાં આવેલ હતી.તેમજ ૪૪૬-જેટલા વૃક્ષો ગામોમાં તથા ૧૩૦૨ જેટલાં વૃક્ષો શાળાઓમાં રોપવામાં આવેલ હતાં. તેમજ ત્રીજા દિવસની કામગીરી અંતગર્ત ૩૬૪-બાળ તંદુરસ્‍તી હરિફાઇ, ૩૦૨-તંદુરસ્‍ત સગર્ભા હરિફાઇ, ૩૩૦-વાનગી હરિફાઇ, ૧૯૯-રેલી, ૨૧૫-પૌષ્‍ટીક વાનગી પ્રદર્શન તેમજ ૫૨૬-દાદા-દાદી મીટીંગ જેવી વિવિઘ પ્રવૃતિઓ હાથ ઘરવામાં આવેલ હતી. તેમજ પાંચમા દિવસે ૫૯૧-બાળ ગીતો, ૩૬૯-આરોગ્‍યપ્રદ રમતો, ૧૮૭-વકતૃત્‍વ સ્‍પર્ઘા, ૨૧-નાટક, ૪૦૪-ઇનામ વિતરણ, ૨૩૮-આરોગ્‍ય ગ્રામ સભા, ૩૪૮-વાલી મીટીંગ જેવી વિવિઘ પ્રવૃતિઓ હાથ ઘરવામાં આવેલ હતી.