×

પ્રસ્તાવના

 • વાહકજન્ય રોગો નિયંત્રણ કાર્યક્રમ (NVBDCP)
  રાષ્ટ્રીય મેલેરીયા નાબુદી કાયક્રમનુ વર્ષ ર૦૦૪ નામ બદલ નેશનલ વેકટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ રાખવામા આવેલ છે.વાહકજન્ય રોગનિયંત્રણ નીચે મચ્છર દ્રારા ફેલાતા મેલેરીયા,ડેન્ગ્યુ,ચિકગુનીયા,હાથીપગો (ફાઇલેરીયા)જેવા રોગો ને એક છત્રી નીચે સમાવી લેવામા આવેલ છે.
 • મેલેરીયા
  મલેરીયા ચોખ્‍ખા પાણીમાં ઉત્‍પન્‍ન થતા અનેફોલીસ માદા મચ્‍છરોથી ફેલાય છે. ૧૯૫૩મા ભારતમા રાષ્ટ્રીય મેલેરીયા નિયંત્રણ કાયક્રમ શરુ કરવામા આવેલ.આ કારણે મેલેરીયાના કેસોનુ પ્રમાણ ૫૦,૦૦,૦૦૦ થી ઘટીને માત્ર ૨૦,૦૦,૦૦૦ પ્રતિ વર્ષ થઇ ગયુ. સારા પરિણામ મળતા ૧૯૫૮ મા મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ ને બદલીને રાષ્ટ્રીય મેલેરીયા નાબુદી કાર્યક્રમ શરુ કરવામા આવ્યો ઇરેડીક્શન શબ્દનો અર્થ જડમુડ માથી સમાપ્ત કરવો. માનવ સમુદાયમાથી મેલેરિયા પરોપજીવી શોધી કાઢી સારવાર દ્વારા આ પરોપજીવીને સદંતર દુર કરવા. જેથી મચ્છરની હાજરી હોય તો પણ ફરી મેલેરીયા ફેલાય નહી. બીજા શબ્દોમા મેલેરીયા નાબુદી નો અર્થ છે. મનુષ્ય શરીરમાથી મેલેરીયા પરોપજીવીને સંપૂર્ણ નાબુદ કરવા નહી કે મચ્છરોનો નાશ કરવો.
 • ડેન્ગ્યુ/ ચિકનગુનિયા
  ડેન્ગ્યુ/ ચિકનગુનિયા ઝડપ થી ફેલાતો મચ્છર અને વિષાણુ(વાયરસ)થી થતો રોગ હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર આરોગ્ય ની એક મોટી સમસ્યા બની રહેલ છે. ડેન્ગ્યુ/ ચિકનગુનિયા માટેનો મુખ્ય વાહક એડીસ ઇજીપ્તી / એડીસ આલ્‍બોપેકટસ મચ્છર છે. ડેન્ગ્યુ/ ચિકનગુનિયાના પોઝટીવ કેસ ને કરડી મચ્છર ચેપી બને છે .જે ફરી તઁદુરસ્ત માણસને કરડી રોગ ફેલાવે છે. ડેન્ગ્યુ રોગ માટે મચ્છર એક વખત ચેપી બનતા સમગ્ર જીવનકાળ દરમ્યાન તે વાયરસ ફેલાવવા માટે સમર્થ બને છે.
  આ મચ્છરો પાણી સંગ્રહ ના ખુલ્લા પાત્રો ફીઝની ટ્રે, ફુલદાની, પક્ષીકુંજ, ઘનકચરો, ક્યુરેટિંગ, ટેંક, કુલર, વિગેરે નાના પાણીના ભરાવાઓએ ઇંડા મુકી મચ્છર ઉત્પતિ કરે છે.
 • હાથીપગો
  હાથીપગો રોગ ક્યુલકેસ મચ્છર દ્રારા ફેલાતો રોગ છે. આ મચ્છરો ગંદા પાણીમા ઉત્પન થાય છે.
  જિલ્‍લામાં વષૅ – ર૦૦૪થી ટેબ્‍લેટ ડી.ઇ.સી. અને ટેબ્‍લેટ આલબેન્‍ડાઝોલ દવા પીવડાવવા માટેનો કાયૅક્રમ માસ ડ્રગ એડમીસ્‍ટેશન (MDA) ચલાવવામાં આવે છે. વષૅ–ર૦૦૪ માં ફકત ૦૭ તથા વષૅ–ર૦૦પ માં ફકત ૦પ હાથીપગાના નવા કેસ નોંધાયેલ હતા. ત્‍યાર પછી MDA કાર્યક્રમની અસરથી અત્‍યાર સુધી હાથીપગાનો એક પણ નવો કેસ નોંધાયેલ નથી. તેમજ જિલ્‍લાનો માઇક્રોફાઇલેરીયા રેટ છેલ્‍લા પાંચ વષૅથી શૂન્‍ય રહેવા પામેલ છે. હાલ જિલ્લાને હાથીપગા મૂકત જાહેર કરવાની ટેકનીકલ પ્રોસિજર ચાલુ છે.