×

પ્રસ્‍તાવના

સને ૧૯૬૦ માં ગુજરાત રાજયની સ્થાપના થયા બાદ રાજયમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ રાજયમાં મુખ્યત્વે ગરીબ વસ્તીનો સામાજીક અને આર્થિક વિકાસ માટે કેટલાક લક્ષાંકો નકકી કરવામાં આવ્યા તે માટે કેટલાંક અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. જે પગલાના ફળસ્વરૂપે સંકલીત બાળ વિકાસ યોજનાના ૩૩ ધટકો સમગ્ર દેશમાં ૧૯૭પ-૭૬ માં પ્રાયોગીક ધોરણે શરૂકરવામાં આવ્યા હતા. તેમાં ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં પ્રાયોગીક ધોરણે શરૂ થયા. આ ધટકોની કામગીરી ના મુલ્યાંન પરથી જણાય આવ્યું કે આ યોજના થી બાળકોનુ આરોગ્ય/પોષણ સ્તર સુધર્યુ છે.પછાત જ્ઞાતી અને આદીવાસી ઓ તથા ગરીબ વર્ગના બાળકો ને ગણના પાત્ર લાભ મળ્યો છે. યોજના ના પરીણામો થી પ્રોત્સાહીત થઈ ને સરકારે યોજના નો વ્યાપવધારવા નકકી કર્યુ.

જૂનાગઢ જિલ્લા માં ૧૦ ધટક અને ૧૪૨૬ આંગણવાડી કેન્દ્ર હાલ કાર્યવંત છે. જેમા નીચે મુજબ ની સેવા ઓ આપવા માં આવે છે.

  • ૬ માસ થી ૬વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતા ઓ, અને કિશોરી ઓ ને પૂરક પોષણ
  • ૩ થી ૬ વર્ષના બાળકો ને પૂર્વ પ્રાથમીક શિક્ષણ
  • સગર્ભા બહેનો, ધાત્રી માતા ઓ અને ૧પ થી ૪પ વર્ષની અન્ય બહેનો ને આરોગ્ય અને પોષણ શિક્ષણ
  • ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભાબહેનો ને રોગપ્રતિકારક રસીઓ
  • ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભાબહેનો ધાત્રી માતા ઓની આરોગ્ય તપાસ
  • ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભાબહેનો ધાત્રી માતા ઓની સંદર્ભસેવાઓ
  • કિશોરી શકિત યોજના કિશોરી ઓને પુરક પોષણ, જીવન શિક્ષાણ તાલીમ, લોહ તત્વની ગોળીઓનુ વિતરણ

સબલા યોજના ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરી અને શાળાએ જતી કિશોરી આરોગ્ય પોષણ શીક્ષણ અને પુરક પોષણ આપવા મા આવે છે.

૧૫ થી ૧૮ વર્ષ ની કિશોરીઓને લોહતત્વની ગોળીનુ વિતરણ જીવન કૌષલ્ય વર્ધક શિક્ષણ, તેમજ ૧૫ થી ૧૮ વર્ષની શાળએ ન જતી કિશોરી અને ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી કિશોરીઓને પુરક પોષણ આરોગ્ય પોષણ શિક્ષણ, જીવન કૌશલ્ય શિક્ષણ આપવામાં આવે છે.