×

પ્રસ્તાવના

આ જિલ્લામાં હાલમાં ૧ સીવીલ હોસ્‍પીટલ, ૧૦ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, ૩૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ૬ એલોપેથીક દવાખાના અને ૨ મોબાઈલ દવાખાનાઓ કામ કરી રહેલ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે ૨૩૭ પેટા કેન્દ્રો કામ કરી રહેલ છે. આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, એલોપેથીક દવાખાના તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર મારફત ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓને પ્રાથમિક સારવાર તેમજ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિષયક સેવાઓ અને સવલતો પુરી પાડવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં અંદરનાં દર્દીઓને સારવાર મળી રહે તે હેતુ માટે અને ગ્રામ્ય વિસ્તારની બહેનોને પ્રસુતીની સવલત મળી રહે તે માટે પથારીઓની પણ સગવડ રાખવામાં આવી છે