×

પ્રસ્તાવના

જિલ્લા પંચાયત જૂનાગઢની મહેકમ શાખા ઘ્વારા વહીવટી કર્મચારીઓની નિમણુંક, બઢતી, બદલી, ઉ.પ.ધો. ખાતાકીય તપાસ, જિલ્લા ફેર બદલી, તાલીમ વિગેરે કામગીરી કરવામાં આવે છે.

વહીવટી કેડરના વર્ગ-૩ ના સીનીયર કલાર્ક, નાયબ ચીટનીશ, આંકડા મદદનીશ, વિસ્તરણ અધિકારી, સહકાર, વિસ્તરણ અધિકારી, પંચાયત, સર્કલ ઈન્સ્પેકટર, ડ્રાઈવર વિગેરે વહીવટી કેડરના નિમણુંક સત્તાધિકારી તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અધિકારો સુપ્રત થયેલ છે.

વહીવટી કેડરના જુની.કલાર્ક વર્ગ-૩ ના નિમણુંક સત્તાધિકારી તરીકેના અધિકારો નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) ને અધિકારો સુપ્રત થયેલ છે.

વહીવટી કર્મચારીઓના વર્ગ-૪ ના પટળાવાળા કેડરના કર્મચારીઓના નિમણુંક સત્તાધિકારી તરીકે ચીટનીશ સહ તાલુકા વિકાસ અધિકારી, જમીન દબાણ ને અધિકારો સુપ્રત થયેલ છે.