×

પ્રસ્‍તાવના

શિક્ષણને લગત કાર્યો અને ફરજો બજાવવા તેમજ બીજા સાહિત્‍યક તથા સાસ્‍કૃતિક પ્રવૃતિઓ ચલાવવા માટેની જવાબદારી જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતીની છે.

 • સઘળી શૈક્ષ‍ણિક પ્રવૃતીઓ હાથ ધરવાની
 • રાષ્‍ટ્રીય નીતિ અને રાષ્‍ટ્રીય યોજનાના માળખામાં રહીને, જિલ્‍લામાં શિક્ષણનું આયોજન હાથ ધરવાન
 • શૈક્ષ‍ણિક પ્રવૃતિઓની યોજના અને મુલ્‍યાંકન કરવાન
 • પ્રાથમિક શિક્ષણ પંચાયત હસ્‍તક સોંપવાના સબંધમાં રાજય સરકાર વતી સાધન તરીકે કામ કરવા
 • રાજય સરકાર નકકી કરી શકે તે માટે અભ્‍યસક્રમ સબંધી સુચનો કરવાન
 • રાજય સરકારે જિલ્‍લા પંચાયતને સોંપેલા માઘ્‍યમિક શિક્ષણના સબંધમાં કોઈ પણ કાર્યક્રમનો અમલ કરવાની.
 • જેની તાલુકા પંચાયત દ્રારા વ્‍યવસ્‍થા થતી હોય તેવી પ્રા.શાળાઓના નિરીક્ષણ માટે વ્‍યવસ્‍થા કરવાની અને શાળાઓની ૫રીક્ષા લેવાની.
 • સઘળી પ્રા.શાળાઓના અને પંચાયત વખતો વખત નકકી કરે તેવી જિલ્‍લા પંચાયતોના નિયંત્રણ હેઠળની એવી બીજી શૈક્ષણિક સંસ્‍થા ઉપર દેખરેખ રાખવાની.
 • દરેક ગ્રામ પંચાયત શાળા ફંડ પોતાનો ફાળો આપે છે કે તે જોવા સારૂ જિલ્‍લા પંચાયતની હકુમતમાંની ગ્રામ પંચાયતની પ્રવૃતિ પર દેખરેખ રાખવાની અને જિલ્‍લાના શિક્ષણ નિરીક્ષકના ઘ્‍યાનમાં કસુરના કેસો લાવવાની અને પોત પોતાના ચાર્જ હેઠળની પ્રાથમિક શાળા અથવા શાળોઓ નિભાવવા અને સુધારવાને તેમને સામાન્‍ય માર્ગદર્શન આપવાન
 • શૈક્ષ‍ણિક ફંડ સ્વિકારવાની અને તેની વ્‍યવસ્‍થા કરવાની
 • જિલ્‍લામાં તમામ શૈક્ષ‍ણિક પ્રવૃતિઓમાં મદદ કરવાની, તેમજ ઉતેમજ આપવાની અને તે સબંધી માર્ગદર્શન આપવાની