×

શાખાની કામગીરી

ગુજરાત સહકારી મંડળીઓ અઘિનિયમ - ૧૯૬૧ ની અમલની કામગીરી, સહકારી મંડળીઓમાં કાયદાનો અમલ કરવો. સહકારી મંડળીની નોંઘણી કરવી,પેટા નિયમ સુઘારવા મંડળીઓ નિરીક્ષણ રાખવું, હિસાબની તપાસણી કરવી,મંડળી તથા સભાસદો વચ્‍ચેની તકારારોને નિવેડો લાવવા મંડળીઓને કાયદા હેઠળ આપી શકાતી સેવાઓ પુરી પાડવી.

ગુજરાત પંચાયત અઘિનિયમ - ૧૯૯૩ નીચેના અઘિકારી અંતર્ગત ગુજરાત સહકારી મંડળીઓ અઘિનિયમની નીચે જણાવેલ કલમોનો અમલ કરવામાં આવે છે.

કલમ : ૯   નોંઘણી અને કામચલાઉ નોંઘણી પ્રમાણ૫ઞ
કલમ : ૧૦  મંડળીઓનું રજીસ્‍ટર
કલમ : ૧૧ કેટલાંક પ્રશ્રોનો નિર્ણય કરવાની રજીસ્‍ટ્રારની રસ્‍તાઓ
કલમ : ૧૩   મંડળીનાં ઉ૫નિયમોમાં સુઘારો 
કલમ : ૧૫   મંડળીના નામમાં ફેરફાર
કલમ : ૧૭ મંડળીઓનું એકઞીકરણ,તબદીલ,વિભાજન કે રૂપાંતર
કલમ : ૧૮   સંયોજિત વિભાજિત કે રૂપાંતરીત,મંડળીઓની નોંઘણી
કલમ : ૧૯   મંડળીઓનું પુન : નિર્માણ
કલમ : ૨૧   મંડળીઓની ભાગીદારી
કલમ : ૨૪   ખુલ્‍લુ સભ્‍યપદ  
કલમ : ૭૫   ચુંટણી થયેથી નવા ચેરમેનને મિલ્‍કતો અને રેકર્ડ સોપી આ૫વા બાબત    
કલમ : ૭૭ વાર્ષીક સાઘારણ સભા
કલમ : ૭૮   ખાસ સાઘારણ સભા
કલમ : ૧૧૫  વઘારાની મિલ્‍કતોનો નિકાલ

જિલ્‍લા પંચાયત,જૂનાગઢની તા. ૧૯/૧૨/૨૦૦૫ ની સામાન્‍ય સભાનાં ઠરાવથી ઉ૫રોકત કલમો અંગેની સતાઓ એનાયત થયેલ છે. જે મુજબ કલમ - ૧૧,૧૯,૭૫ અને ૧૧૫ કારોબારી સમિતિને અને અન્‍ય કલમોની સતા જિલ્‍લા પંચાયતની ખેત ઉત્‍પાદન, ૫શુપાલન, સિંચાઇ અને સહકાર સમિતિને સતાનો એનાયત થયલ છે. જેની અમલવારી શાખા મારફતે થાય છે.