×

આબોહવા

હાલના આધુનિક યુગમાં જ્ઞાનની વહેંચણીનો પ્રવાહ ખૂબ ફેલાયેલો છે ત્યારે અમો જિલ્લાની આબોહવા અંતર્ગત વરસાદ અને ઉષ્ણતામાનની છેલ્લા ૪૯ વર્ષની માહિતી વર્ષ : ૧૯૫૯ થી ૨૦૦૭ સુધીની આધારભૂત સ્ત્રોતોમાંથી એકઠી કરીને પ્રકાશિત કરતાં હર્ષ અનુભવીએ છીએ.

તાજેતરમાં જિલ્લા પંચાયત કચેરીમાં અકસ્માતે આગ લાગતાં જિલ્લા પંચાયતની આંકડાશાખા સહિત કેટલીક શાખાઓનું સંપુર્ણ/કેટલુંક રેકર્ડ નાશ પામેલ હોવા છતાં આંકડાશાખા ઘ્વારા આ વિશાળ તેમજ માહિતી સભર પ્રકાશન તૈયાર કરેલ છે. જેમાં વર્ષ અને માસ પ્રમાણે વરસાદના દિવસો અને થયેલ વરસાદની માહિતી આપેલ છે. આ ઉપરાંત જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના એગ્રોનોમી વિભાગની વર્ષ અને માસ પ્રમાણે સોૈથી વધુ અને સૌથી ઓછા ઉષ્ણતામાનની માહિતી સામેલ કરવામાં આવેલ છે. આમ ૪૯ વર્ષની વિશાળ માહિતી આ વિષયોના અભ્યાસીઓ, તજજ્ઞો, વિઘાથીઓ વિગેરેને ઉપયોગી થશે તેવી અપેક્ષા છે.

પ્રસ્તુત પ્રકાશન તૈયાર કરવા માટે અત્રેની ખેતીવાડી શાખા તેમજ જૂનાગઢ કળષિ યુનિવર્સિટીનાં એગ્રોનોમી વિભાગનો, જિલ્લા પંચાયત, જૂનાગઢ આભારી છે.

આ સંદર્ભમાં આપના કોઈ સૂચનો હોય તો જણાવવા વિનંતી છે.