×

પ્રસ્તાવના

સરકારશ્રી તરફથી દર વર્ષે દવાખાના દીઠ -૬ નિદાન અને સારવાર કેંમ્૫ યોજવા,લ૧યાંક ફાળવે છે જે ૧૦૦ % સિઘ્ધ થાય છે તેમજ સરકારશ્રી તરફથી વખતો વખત આયુર્વેદ ચિકીસ્તાને લગતી સુચનાઓ મુજબની કામગીરીઓ કરવી જે કામગીરીઓ વખતો વખત કરવામાં આવે છે.ધન્વંતરી સપ્તાહ તેમજ ધન્વંતરી પુજન દર વર્ષે સરકારશ્રીના સુચનો મુજબ ઉજવવામાં આવે છે, તેમજ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વસ્તા અનુસુચિત જાતી અનુ સુચિત જાતી તથા અન્ય ૫છાત વર્ગોના ૫રીવારોના નિદાન તથા સારવારમાટે સરકારશ્રી ની ફાર્મસી તરફથી ફાળવવામાં આવતી /ખરીદવામાં આવતા આયુર્વેદ ઔષધો વખતો વખત પુરા પાડવામાં આવતા સુચનાઓ મુજબ કામગીરી કરવામાં આવે છે. ઋતુ જન્ય રોગોને અટકાવવા પ્રચાર પ્રસાર શિબીરો યોજી રોગનો ફેલાવો ન થાય તે માટે જન જાગૃતી લાવવા પ્રયાસ કરવામાં આવે છે.રાષ્ટ્રીય કામગીરી જેવીકે શાળા આરોગ્ય,૫લ્સ પોલીયો, યોગ શિબીરો ઉ૫રાંત વનસ્૫તિ અને ૫ર્યાવરણની સમતુલા સાથે આયુર્વેદ અને ઔષધીઓનો સમન્વય સાધી ગ્રામ્ય સ્તરના છેવાડાના વિસ્તારે વસ્તા લોકોને સમજણ આપી આયુર્વેદ ચિકિસ્તા વિશે જાગૃત કરવામાં આવે છે.તેમજ વનસ્૫તિઓ વિશેના પ્રદર્શન યોજી ધર આંગણે થતી વનસ્૫તિઓનો ઉ૫યોગ અને સારવાર વિશે માહિતી આ૫વામાં આવે છે.