×

શાખાની કામગીરી

 • નાયબ પશુપાલન નિયામકશ્રી
  પશુપાલન શાખાની નાણાકીય/તાંત્રીક કામગીરીના આયોજન /મોનીટરીંગ અને અન્ય કચેરી સાથેના સંકલન કામગીરી કરવી તેમજ વડી કચેરીને રીપોર્ટીંગ કરવું.
 • મદદનીશ પશુપાલન નિયામકશ્રી
  પશુપાલન શાખાની દરેક કામગીરીનુ આયોજન કરી-વડી કચેરીને રીર્પોટીંગ કરવુ. તથા ક્ષેત્રીય કક્ષાએ પશુ દવાખાના તથા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો તેમજ શાખા પશુ દવાખાનામાં ફરજ બજાવી રહેલ પશુ ચિકીત્સા અધિ.શ્રી અને પશુધન નિરીક્ષકશ્રીઓની કામગીરીનું સુપરવિઝન કરી ક્ષેંત્રીય કક્ષાએથી માહીતી મેળવવી. તથા ક્ષેત્રીય સ્ટાફને જરુરી માર્ગદર્શન આપવુ.આ ઉપરાંત નાયબ પશુપાલન નિયામકશ્રી સોંપે તે કામગીરી કરે છે.
 • પશુ ચિકીત્સા અધિકારીશ્રી
  પશુ દવાખાને આવતા પશુપાલકોનાં માદાં જાનવરને સારવાર આપવી, પશુઓને રોગ પ્રતિ કારક રસી મુકવી. ગાયભેંસોમાં કળત્રિમ બીજદાન કરવુ, વાછરડાઓમાં ખસીકરણ કરવુ.રોગચાળાનાં આઉટબ્રેકમાં નિદાન માટે જરુરી માદાં જાનવરોમાંથી નમુના લેવા કે, મરણ પામેલ જાનવરોનુ મરણોતર તપાસ કરી જરુરી નમુના લેબોરેટરીમાં મોકલવા. વિનામુલ્યે પશુરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવુ, દુધ ઉત્પાદનહરીફાઈઓ ગોઠવવી. પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનાં પશુધન નિરીક્ષકશ્રીનું સુપર વીઝન કરી યોગ્ય માર્ગદર્શન આપવુ. વિસ્તરણની કામગીરીમાં ખાસ કરી પશુ ઉત્પાદકતા વળઘ્ધિ શિબીર, પશુ શિક્ષણ શિબીરનું આયોજન કરવુ. અનુસુચિત જાતિનાં લાભાર્થીઓને ખાસ અંગભુત યોજનાનાં લાભો આપવા લક્ષ્યાંક સિઘ્ધ કરવા, સરકારશ્રીનાં નિતિનિયમો અનુસાર બકરા યુનિટ, ચાફકટર,કેટલશેડ પુરા પાડવા લાભાર્ર્થીઓને સમજાવી સહાય માટેની અરજીઓ સંભાળવી.
 • પશુધન નિરીક્ષકશ્રી
  ગ્રામ્યકક્ષાએ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રમાં માંદા જાનવરની પ્રાથમિક સારવાર કરવી ખસીકરણ કરવુ.રસીકરણ કરવુ. કળમિનાશક દવાઓ પીવડાવવી. વિસ્તરણની કામગીરી કે જે પશુ ચિકિત્સા અધિકારીએ કરવાની હોય છે. તેમાં મદદરુપ થવુ. ગ્રામ્યકક્ષાએ થતાં ચેપી રોગચાળાની જાણ પશુ ચિકિત્સા અધિકારીશ્રીને કરવી. તથા રોગચાળામાં પ.ચિ.અધિ.શ્રીની સુચનાનુસાર કામગીરી કરવી.